રજવાડું મારું
રજવાડું મારું
પ્રેમાળ પ્રજા હળીમળીને રહે
રાજાને ઈશ્વર સમાન જે ગણે
રજવાડું મારું એવું સુંદર સોહામણું લાગે,
પ્રકૃતિથી શોભિત સુંદર વન
કામ કરે તેના સુંદર હોય તન
રજવાડું મારું એવું સુંદર સોહામણું લાગે,
વડીલોની આજ્ઞા મુજબ રહે સૌ
બાળક સાથે બાળક બને સૌ
રજવાડું મારું એવું સુંદર સોહામણું લાગે,
હિંમતથી બળવાન થઈ ફરે સૌ
દેશ કાજે બલિદાન આપે સૌ
રજવાડું મારું એવું સુંદર સોહામણું લાગે,
મલકની માયા સૌના દિલમાં હોય
પ્રેમ ભાવનાથી એક બની રહેતા હોય
રજવાડું મારું એવું સુંદર સોહામણું લાગે,
ગાયના છાણથી લીંપેલું આંગણું હોય
ઘેર ઘેર દીવડાની હારમાળા હોય
રજવાડું મારું એવું સુંદર સોહામણું લાગે,
માટીની મહેકતી લીલી ધરા હોય
અવાજથી લહેરાતી ઉંબીઓ હોય
રજવાડું મારું એવું સુંદર સોહામણું લાગે.
