ખુશી અનેરી
ખુશી અનેરી
આંખમાં વ્હાલની નદી વહે
ખુશીથી જિંદગી ઝૂમી ઊઠે,
મિત્રતા થકી મળે ખુશી અનેરી,
ગિલ્લીદંડો ને હોય તોફાન મસ્તી
કરીએ હોડી લઈ કાગળની પસ્તી
મિત્રતા થકી મળે ખુશી અનેરી,
વાતવાતમાં લડતા ઝઘડતા અમે
ઘડીભરમાં ભૂલી સઘળું એક અમે
મિત્રતા થકી મળે ખુશી અનેરી,
પરેશાની ભલે હોય હજાર
સાથે મળીને કરીએ પસાર
મિત્રતા થકી મળે ખુશી અનેરી,
જેમાં હોય નહીં છળકપટને સ્થાન
નિર્દોષ હાસ્ય થકી દિલમાં સ્થાન
મિત્રતા થકી મળે ખુશી અનેરી,
પેન્સિલ રબરના હોય જેને સંગાથ
એકબીજા વિના મન લાગે નહીં ખાસ
મિત્રતા થકી મળે ખુશી અનેરી.
