લીલો લીલો રંગ
લીલો લીલો રંગ
મસ્તી કરી લીધી આપણે આજે
યુવાનીમાં ચડે રંગ લીલો લીલો,
હોળી પર્વમાં રંગબેરંગી રંગો
એ રંગોનો અર્થ જાણીએ વિશેષ,
લીલો રંગ છે આશાવાદનો જાણો
ધરતીનો લીલો લીલો અવતાર,
પ્રગતિશીલ રહેતી આપણી દુનિયા
લીલોતરી વગર જીવન છે વ્યર્થ,
લીલો રંગ કહે કે જાળવો પર્યાવરણ
સાચવશો તો રહેશે ધરતી લીલીછમ,
લીલીછમ હશે તો થશે વિકાસ ક્રમ
એટલે લીલા રંગનું મહત્વ જાણજો,
વૃક્ષોના પાંદડા પણ હોય લીલા
આશા રાખો કે ધરતી રહે લીલીછમ.