લાગણીની આદત
લાગણીની આદત


લાગણીની પછી આદત લાગે,
જો તારામાં જ મારું ધ્યાન લાગે !
આ તારાં પ્રેમને સમજવાં ભવ લાગે,
તું પાસે હોય તો દુનિયા મારી સલામત લાગે.
પવનની લહેરખી આવી ને એમાં તારાં ભાવ લાવી,
ભાવનાઓ સભર મહેકતા અરમાનો લાવી.
મને તું આપે લાગણી તો લાગે હું નસીબદાર છું,
બીજા કરતા પણ આ દુનિયામાં હું જાણે ખાસ છું.
છૂટેલો પરભવનો કોઈ પુણ્યશાળી આત્મા છે,
ખભા પર માથું મૂકીને લાગણીનો ધોધ વહાવે છે.
ચહેરો તારો જોઈને ભૂલતી જાઉં છું સૌને,
જન્મો જનમની જૂની જાણે ઓળખ લાગે સૌને.