STORYMIRROR

Arjun Gadhiya

Classics Drama

1.0  

Arjun Gadhiya

Classics Drama

કવિઓની દુનિયા...

કવિઓની દુનિયા...

1 min
4.5K


અલગ જ દુનિયા કવિઓની હોય છે,

જ્યાં રવિની પણ બાદબાકી હોય છે…


નથી પહોંચી શકાતું ત્યાં બધાથી,

ત્યાં જવાની ટિકિટ આવડતની હોય છે…


ત્યાં જવા જરૂર હોય એ વિઝાની,

જેના પર સહી માઁ શારદાની હોય છે…


ત્યાં કલ્પનાને ઘોડે રોજ નીકળે સવારી,

ક્યારેક કેડી તીખીને કડવી હોય છે…


શ્રૃંગાર અને અંગારથી શણગારેલી,

ત્યાં ભવ્ય ઈમારતો ઊંચી હોય છે…


ત્યાં નિકળે શુદ્ધ સરિતા શબ્દોની,

જે સૌની તરસ છીપાવતી હોય છે…


તે જોવા ઘણી ઇચ્છા છે ‘અર્જુન’ની,

પણ તેની ચાવી વાહવાહની હોય છે…


અલગ જ દુનિયા કવિઓની હોય છે,

જ્યાં રવિની પણ બાદબાકી હોય છે…


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics