કવિ કરે વિચાર
કવિ કરે વિચાર
આ રૂડો છે અવતાર, કવિ કરે વિચાર,
બની જઈ એકાકાર, કવિ કરે વિચાર,
દુકાળ શબ્દનો નહિ પડે કદી અહીં,
મોટો છે જ્યાં ધીરધાર, કવિ કરે વિચાર,
કલ્પનારૂપી પીંછીથી પૂરે રંગો અનેરા,
છે આત્માનો ચિત્રકાર, કવિ કરે વિચાર,
પાનખરી મારની અસર ભલે હો’ ભારે,
ખીલવી દેતો બહાર, કવિ કરે વિચાર,
‘સાગર’ જો વિચાર એક હોય તો ઠીક છે !
લઈ મોટી વણઝાર, કવિ કરે વિચાર.
