કૂંપળની મૂંઝવણ
કૂંપળની મૂંઝવણ
મોટા-મોટા ચોપડાં ને
મોટા મોટા ક્લાસ
નથી મળતું કૂંપળને
ઊડવા આકાશ
સરખા સરખા કાગળિયા
ને પેનો બધી રંગીન
વાંચે છે ચશ્મા હવે
આંખો ઉઘાણી પીને
ગણિતનાં ગોટા છે
સાયન્સનાં સન્નટા
અંગ્રેજી તો અદેખાઈવાળી
ગુજરાતી એને લાગે કાંટા
કૂંપળ હવે જાતે ઊગતી નથી
એને આવી ગયા છે આંટા
પે'લા નંબર લાવવાની દોડમાં
ચાર-પાંચ ટ્યુશન રખાતાં
રમવાનું હવે ફોન થયું
એટલે તો મનોમનમાં ઘૂંટાતાં
કુંપળ ને આવી રીતે
પ્લાસ્ટિકનાં ફૂલો બનાવાતા.
પ્લાસ્ટિકનાં ફૂલો બનાવાતા.
