STORYMIRROR

Falguni Parikh

Fantasy Others Romance

3  

Falguni Parikh

Fantasy Others Romance

કુંવારી અભિલાષા

કુંવારી અભિલાષા

1 min
13.7K


પ્રણય રણની રેતીની જેમ મને બાળતો,

વૈરાગી સમય મૃગજળ બની મને તરસાવતો.


કેટલાય અરમાનો વંટોળે વિખરાયા,

ભાંગેલા દિલનો અંજપો મને પડકાતો.


કુદરતે સજ્યા વસંતી શૃંગાર કણે-કણમાં,

ઊર્મિઓનો પ્રણયફાગ મને કેમ સતાવતો.


કુંવારી રહી ગઈ અંતરની અભિલાષાઓ,

તારા મૌનનું મીંઢળ મને સદા મથાવતો.


પ્રેમ - પૂંજના વિરહી અંધેરા સદા શમણે રહી,

વિરહવીણા વિયોગી સૂરે એ મને રડાવતો !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy