STORYMIRROR

'Sagar' Ramolia

Children

3  

'Sagar' Ramolia

Children

કુંભાર

કુંભાર

1 min
393

રોજ વગડામાં જાય, એ રોજ વગડામાં જાય,

ગધ્ધું-પાવડો સાથે લઈને રસ્તે હાલતા થાય,

રોજ વગડામાં......


જમીન-માટી ખોદી-ખોદીને ખાડો ઊંડો કરે,

સારી માટી ભેગી કરીને કોથળામાં તેઓ ભરે;

કોથળો ગધ્ધા ઉપર લાદી ઘરે પાછા ફરાય,

રોજ વગડામાં......


કાંકરા-કચરો કાઢી-કાઢીને માટીને ખૂબ મસળે,

પાણી નાખી પગ-પાવડાથી ખૂબ જ ખૂંદી વળે;

પોચો-લીસો ગારો બનાવી ચાકડે એ મુકાય,

રોજ વગડામાં......


ચાકડે નવા ઘાટ આપીને નવાં-નવાં નામ આપે,

ગોળો, માટલી જેવાં વાસણમાં નવી રંગોળી છાપે;

કુંભારભાઈ માટીકળાના કાબેલ કેવા ગણાય;

રોજ વગડામાં......


Rate this content
Log in

Similar gujarati poem from Children