કુદરતની બલિહારી
કુદરતની બલિહારી
કરમની ગતી ન્યારી, ઉપર આભ નીચે ધરતી
તારો છે સથવારો હરિ મારે તારો છે સાથ સથવારો,
મુજ દુઃખીયાનો તુજ તારણહાર હરિવર
તારો છે સથવારો હરિ મારે તારો છે સાથ સથવારો,
શ્વાસ મારો રૂંધાય છે, ત્યારે શ્વાસમાં તારી સુવાસ
તારો છે સથવારો હરિ મારે તારો સાથ સથવારો,
રાહ જોઉં છું તારી હરિ, વર્ષામાં ભીંજાવુ છું
તારો છે સથવારો હરિ મારે તારો સાથ સથવારો,
થાકી હારી જાઉં ત્યારે, તારે શરણે થાઉં
તારો છે સથવારો હરિ મારે તારો સાથ સથવારો,
તારે ખોળે માથું મૂકી, હું તો પોઢી જાઉં હરિવર
તારો છે સથવારો હરિ મારે તારો સાથ સથવારો.