Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract Inspirational

કુદરતની અદભૂત કંકોત્રી

કુદરતની અદભૂત કંકોત્રી

1 min
154


ધરતી અને અંબરની જાણે શાદી રચાઈ,

કેવી ખૂબસૂરત લખી ઈશ્વરે કંકોત્રી

આ ધરતી બની દુલ્હન,

પહેર્યું લીલું ઘરચોળું,

એમાં રંગબેરંગી ફૂલોની ભાત,


ભમરા જાણે ગીત ગાય છે,

પંખીઓ પણ ખુશખુશાલ છે,


આ ઝરણાનો ઝણકાર,

આ દરિયાનો ઘૂઘવાટ જાણે શાદી સમારંભનું સંગીત છે,

આ આકાશેથી વરસી રહી છે વર્ષા,

જાણે ધરતીને પ્રેમના ચુંબનથી નવરાવી રહી છે,


આ વરસી વર્ષા આ ધરતીને અનેરી ફોરમ આપવા,

આ વૃક્ષો આ નદી આ સરોવર જાણે બારાતી,

આ પંખી ઓ જાણે સંગીતકાર,

આ ફૂલો નૃત્ય કરી રહ્યા છે,

જાણે હવા પૂરી સૃષ્ટિ પર આ શાદીની કંકોત્રી વહેંચી રહી છે,


આ સાગર હિલોળા લઈ રહ્યો છે,

આ ઝરણા ખળખળ વહી રહ્યા છે,

ધરતી ખૂબ ખુશ છે આજે, વાદળી  રીમઝીમ વરસી સંગીત સંભળાવી રહી છે,

સપ્તરંગી ફૂલોનું ઉપવન એવું શણગાર્યું,

જ્યાં છે જાન નો ઉતારો, હરિયાળી તો એવી પાથરી જાણે જાનૈયાના સ્વાગત માટે લીલી જાજમ બિછાવી,

હરેક આદમીના ચહેરા છે ખુશખુશાલ,

પ્રકૃતિનાં કણકણમાં છે આજે આનંદનો ઉત્સવ,

જાણે ક્ષિતિજે યોજાયો ધરતી અંબરનો હસ્તમેળાપ.


Rate this content
Log in