STORYMIRROR

Kalpesh Baria

Classics Fantasy

4  

Kalpesh Baria

Classics Fantasy

ક્ષણિકમાં બને તો

ક્ષણિકમાં બને તો

1 min
428

ઉતાવળ કરીને શ્રીફળને ચઢાવો,

અતિથિ બન્યા છે પ્રભુના પડાવો.


સ્મરણમાં હતું જે ભૂલી હું ગયો છું,

ઓચિંતું થોડું પણ હવે ના કઢાવો.


ધરારે કર્યા છે કાબુમાં આવેગો,

ઇચ્છાનું યુદ્ધ ના ફરીથી લડાવો.


મૂકીને ગયો છે પરત એ ફરે પણ,

તમે આ કબરને અધૂરી ચણાવો.


ફુગાવો થયો છે મૂલ્યનો નગરમાં,

અરે આ કલ્પને હકીકત જણાવો.


Rate this content
Log in

Similar gujarati poem from Classics