STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Abstract

4  

Meenaz Vasaya. "મૌસમી"

Abstract

કર્મની ફિલોસોફી મેં સમજી લીધી

કર્મની ફિલોસોફી મેં સમજી લીધી

1 min
393

ઉગવાને આથમવાની ફિલોસોફી મેં સમજી લીધી,

ઈશ્વરની લીલાને મેં સમજી લીધી,


વાવશું આંબો તો કેરી ખાશું, વાવશું બાવળ તો કાંટા ખાશું,

કર્મની ફિલોસોફી મેં સમજી લીધી,


પાનખર પછી વસંત છે, દુઃખ પછી સુખ હોય હંમેશા,

એ પ્રકૃતિની ફિલોસોફી મેં સમજી લીધી,


મીરાની જેમ પહોચવું હોય તો કૃષ્ણના રંગે રંગાવું પડે,

આધ્યાત્મિકતાની વાતો મે સમજી લીધી,


આજે નહીં તો કાલે આપશે, મારી મહેનતનું ફળ ઈશ્વર જરૂર આપશે,

ઈશ્વરના ન્યાયને મેં સમજી લીધો,


જે ખુશી મળી એને ઉત્સવ માની મનાવી લીધી,

જિંદગીની બાંધણીને મેં સમજી લીધી,


અહીં તહીં ઈશ્વર સર્વત્ર છે, મારી ભીતર પણ ઈશ્વર છે,

સમજવા ઈશ્વરને મેં મારી જાતને સમજી લીધી,


હોય જો મૂળ મજબૂત તો તોફાન પણ ઝૂકી જાય,

ઈશ્વરમાં આસ્થાની વાત મેં સમજી લીધી,


ઠારીએ કોઈનું હૈયું તો ઈશ્વર મળી જશે,

દરેક માનવ ઈશ્વરનો અંશ છે એ વાત સમજી લીધી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract