કૉમેન્ટો કાયમ મળતી નથી
કૉમેન્ટો કાયમ મળતી નથી
કૉમેન્ટો કાયમ મળતી નથી
કલમ ઊગે ખરી, ફળતી નથી,
તું હોય સાથે એવી હવે
મોમેંટો ક્યાંય મળતી નથી,
એકલા નહીં સાથે પોયરા
રોમેંસોની પળ મળતી નથી,
એકવાર માર્યો મુક્કો પછી
ઝોમેટો એને સદતી નથી,
કેટલું કહું કોને કહું હું
ઝંઝટો સાવ પતતી નથી,
મારા ગામ જેવી હાશ ક્યાં
સિમેન્ટોના શહેરમાં મળતી નથી.

