કોહ (રેંટ)
કોહ (રેંટ)


સીમ વાડીએ ગાળ્યો ઊંડો અંધારિયો કૂવો,
છતું પાણી પણ ક્યાં જળ એમ આપે મુવો,
ખુબ વિચારી ખેડુએ કરી બળદની દોસ્તી,
કૂવે બાંધ્યો કોહ પછી ત્રણેય કરતા મસ્તી,
જોડ્યા બળદ બે અને કોસને બાંધ્યું વરત,
ભરાવ્યું મંડાણ ને હાથ રાંઢવું ઝાલ્યું તરત,
ઊંડું ઉતાર્યું ઠામણું, જળમાં ડૂબાડ્યું કળથી,
દશકોશી વાવમાં બળદે ખેંચ્યું સીધું બળથી,
ખેડુએ દોર્યા પૈયે બળદ થાળે ઠલવ્યા નીર,
વળતા ચાલ્યા ઉલટા પૈયાંમાં અંતરે ચીર,
રેંટ કોહથી નીર છલક્યા થાળેથી ક્યારે પૂર,
લીલા ચમક્યા મોલ ને વળી મલકાયા નૂર,
સીમ વાડીએ ગાળ્યો ઊંડો અંધારિયો કૂવો,
જનજન ઝાડની તરસ છીપાવી સાચો ભુવો.