કન્યાવિદાય
કન્યાવિદાય
સમીસાંજના ઢોલ નગારે કરૂણ ચીસ સંભળાય.
શરણાઈના સૂર બન્યા સુન્ન પિડા બહુ થાય.
તોરણીયા સૂકાઈ ને ઢળી પડ્યા.
બારસાખ મૂર્છિત થાય.
ટોડલા, બારી એકલતામાં અટવાય.
સૂના બન્યા ઓટલ ને અગાશ.
ભીંતો વિરહમાં ભટકાય.
ઘર આખું ચોધાર અશ્રુ ન્હાય.
પંખીડા સૌ ઊડી ગયા જીવતા માળા મ્હાય.
સૂકી ધરતી, સૂકું છે આજ આકાશ,
માંડવી યુ સૌ વિદાય થઈને એકલતા વર્તાય,
માના દિલના ટુકડા થયા ને બાપનું અંતર છે પીડાય,
જીવતેજીવત આ શું કર્યું ? દીકરી પારકી કે'વાય.
માતા-પિતાના જીવને પાનખર વર્તાય.
આજ કેમ થઈ છે કન્યા વિદાય ?
