કલ્પનાનો ઘોડો
કલ્પનાનો ઘોડો
રંગીન શમણાંઓની સહેલ કરાવે આ કલ્પનાનો ઘોડો,
સપ્તરંગી સજાવટ કરેલા શહેરની સફર કરાવે કલ્પનાનો ઘોડો,
ક્યારેક આકાશ, ક્યારેક સ્વર્ગ, ક્યારેક ધરતીની સફર કરાવે કલ્પનાનો ઘોડો,
ક્યારેક ઉદાસીના અળખામણા નગરની સફર કરાવે કલ્પનાનો ઘોડો,
ક્યારેક રજનું ગજ કરી અઢળક વેદના આપે આ કલ્પનાનો ઘોડો,
એ તો ઝાંકળસમું સુખ આપે, વાસ્તવિકતાનો સૂર્ય ઊગતાં નાશ પામે આ કલ્પનાનું સુખ,
તો યે વારેઘડીએ સફર કરાવતો આ કલ્પનાનો ઘોડો,
મારી કલમને નવા શબ્દો નવા પ્રાસ આપે આ કલ્પનાનો ઘોડો,
ઘડીક સુખના શાશ્વત નગરમાં લઈ જાય,
ક્યારેક દુઃખના દરિયામાં લઈ જાય,
આ કલ્પનાનો ઘોડો,
એને બાંધ્યે ક્યાં બાંધી શકાય છે આ કલ્પનાનો ઘોડો.
