કક્કો
કક્કો
લથડીયા ખાતો કક્કો, ભૂલવાની એને બારાખડી છે
ટપ ટપ ચાલ અંગ્રેજીની ઝલક, હસી બા જડી છે !
આ તો શબ્દ રમાડે, 'શબ' જીવે આમ જ ખડી છે
લોહી ને વહેવાની ટેવ, યાદની જ્યાં નદી વહી છે !
ભૂલમાં મળી'તી 'મા' ...ખોવાઈ જતાં આંખુ રડી છે
માતૃભાષા શીખ્યા પછી, ગોથે કદીય ન ચડી છે !
પરિબળ વધ્યું ઊડ્યું મન કલમ કાગળે વળગણ
ચાલ સખી ને સખા આપણને ભાષાનું ગળપણ
શ્રદ્ધાનાં ઓટલે 'સહિયારું સર્જન' આવો ઓરા તો ભળીએ
પ્રણય રૂડો અવસર માતૃભૂમીએ ભાષાનો આવો ઝળઝળીએ
ગુર્જરી છૂંદણા છાંટુ પ્રભાતે, સવાર છાંટુ કવિતા વાટે
ગુજરાતણ છું છાંટુ પ્રભાતે, રંગ રૂપાળા કવિતા વાટે.
