STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

3  

'Sagar' Ramolia

Comedy

ખુરશી

ખુરશી

1 min
459

માનવને મહાન બનાવે ખુરશી,

ઝળહળતું માન અપાવે ખુરશી,


આવડી જાય એનું કરતા જતન,

તો પ્રભુ તરીકે ઓળખાવે ખુરશી,


મોહિની બનીને આવી છે સંસારમાં,

ભ્રષ્ટાચારમાંયે સપડાવે ખુરશી,


એતો ગણાય છે ચંચળતાની દેવી,

ને ગુંડાગીરી પણ કરાવે ખુરશી,


બનાવી પણ શકે છે પૈસાનો દાસ,

નૈતિક પતનમાં પડાવે ખુરશી,


‘સાગર’ ચખાય જો એકવાર સ્વાદ,

પછી વારંવાર લલચાવે ખુરશી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy