Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nardi Parekh

Abstract

3  

Nardi Parekh

Abstract

ખંતના ચમત્કાર

ખંતના ચમત્કાર

1 min
182


નિષ્ઠાના જીનને થાય,

ખંત તણો સ્પર્શ.

ચમત્કારો સર્જે છે

જીવન સંઘર્ષ...


નાથિયો કમાણી કરી,

‌નાથાલાલ થાતો.

મૂંગો સંઘર્ષ કરી,

ગીત રૂડા ગાતો.


ખંત વડે સર્જાતો

જીવન ઉત્કર્ષ...

ચમત્કારો સર્જે છે

જીવન સંઘર્ષ...

પાંચમા પૂછાતો,

ને ગાડીમાં મ્હાલતો.


અનુભવની એરણ પર,

જીવનને ઢાળતો.

થાતો ના એને કદી,

મદ કેરો સ્પર્શ...


ચમત્કારો સર્જે છે

જીવન સંઘર્ષ...

હરિવર પર નંદી પાક્કો,

ભરોસો તું રાખજે.


આવે જો અવરોધો

હસી હસી સાંખજે.

જે મળશે તે પામી,

સમાશે ન હર્ષ...

ચમત્કારો સર્જે છે

જીવન સંઘર્ષ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract