STORYMIRROR

Asmita Shah

Children Classics

3  

Asmita Shah

Children Classics

ખિસકોલી

ખિસકોલી

1 min
17.2K


ખિસકોલી બાઈ... ખિસકોલી બાઈ...

જમીન ખોદીને દાણો તું ખાય....,


સર સર કરતી તું ઝાડ ચડી જાય,

ઉંદરની મોટી બેન તું કહેવાય,

નાની છે આંખ તારી, લાંબી છે પૂંછ તારી,

આંગળાની છાપ અંગે સોહાય,


ખિસકોલી બાઈ...,


સીતાને રાવણ ઉપાડી જાય,

રામ એની સાથે લડવાને જાય,

વાનર સૌ પુલ બાંધવા જાય,

નાની શી તું એ કામમાં જોડાય,


ખિસકોલી બાઈ...,


રામની આંખેથી અશ્રુ સરી જાય,

પ્રેમથી તારી પીઠ પસવારતા જાય,

એ જ છાપ તારા અંગે સોહાય...


ખિસકોલી બાઈ... ખિસકોલી બાઈ....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children