STORYMIRROR

Asmita Shah

Others

2  

Asmita Shah

Others

માને મૃત્યુ નથી!

માને મૃત્યુ નથી!

1 min
2.1K


મુઠ્ઠીમાં પકડાયેલી આંગળી
ડગથી મંડાતા ડગ
તરછોડાયેલો કોળીયો
એંઠી થાળી ને એંઠા હાથ
જીર્ણ ક્ષીણ સાડી ને બાળોતિયા
હેતે ગવાયેલા ગીત
બધું ચિતાએ ચડી ગયું છે..
 
ચીમળાયેલા...સુકા સ્તનમાંથી
દુધની ધારા ફૂટે છે, એ આશાએ...
આ જીવતરના બધા અગ્નિ ઓલવાઈ જાય
લાચારી... બેબસી... તૂટેલા મનનો અગ્નિ
ગ્રસી જાય છે લાચાર શરીરને...
બસ! રહી જાય છે રાખ અને 
રાખમાંથી એક સુગંધ!
 
પવિત્રતાની... વાત્સલ્યની... નીકળી
વૃક્ષમાં... વેલીમાં... પર્ણોમાં... વહેતા નીરમાં 
ધરાનાં આંચલમાં ફેલાઈ જાય છે.. અને
પર્વતના સ્તનમાં ભળી  એક
નિર્જરા વહે છે..
માને મૃત્યુ નથી!
 
 


Rate this content
Log in