STORYMIRROR

Asmita Shah

Others

4  

Asmita Shah

Others

માં

માં

1 min
26.3K


જીતી ગઈ છે જાહોજલાલી,
ઉત્તમ રાચરચીલા થી ભરપુર દીવાનખંડ,
ફોરમ કાઢી લીધા પછી અત્તરની સુવાસે મેંહ્ક્તી ફૂલદાની,
ઉંચી એડીનાં ચપ્પલે ચાલતું મેકઅપ થી લદાયેલું યૌવન,
પાતળી સોટી જેવી કયા અને સુકાતી જતી ગર્ભનાળ,
વાત્સલ્યનાં આંચલ થી વંચિત,મમતાના કોળ્યાનું ભૂખ્યું,
એક નાંગુ પુંગું બાળક માં શોધે છે.
કામણનું અંજન આંજેલી આંખમાંથી વાત્સલ્ય નીતરી ગયું છે.
કાચનાં પારદર્શક ફલક પર થરકતી કાયાના,
સીલીકોન પેડ થી લદાયેલા ઉરોજ વસુકી ગયા છે.
સુકાયેલું દૂધ પાતળી કાચની કમર જેવી દાંડીમાં નશા રૂપે વહે છે,
વાયુ શિથિલ પડી ગયો છે.અંધકારનાં ઘુંઘટે અવનીને રોળી નાખી છે.
સમય માં ને શોધે છે,ભૂખ્યું બાળક મમતાને,
બન્ને લાચાર..પરવશ,
શિલ્પી નવીન પ્રતિમા બનાવે સ્તનપાન કરાવતી માં,
એની રાહમાં,
ક્ષિતિજે સુરજ હજુ ડૂબ્યો નથી.

 

 


Rate this content
Log in