STORYMIRROR

Asmita Shah

Others

3  

Asmita Shah

Others

ગીત

ગીત

1 min
27.9K


મેં તો આંગણામાં બોરસલી વાવી રે લોલ
આદિત્ય આવે અરુણ સવારીએ બોરસલીને રોજ દિવાળી રે લોલ

ઉગમણી કોરમાં ઉગંતા આભમાં કળીઓ એ ઘૂંઘટ ખોલ્યા રે લોલ
પંખી એ કલશોર કરી ડાળી એ ટહુકાના તોરણ ટીંગાડયા રે લોલ
મેં તો આંગણામાં બોરસલી...

કાબર અને કોયલ મોર ને પોપટે પચરંગી સાથીયા પુરાવ્યા રે લોલ
હરિયાળા હેતાળાં મમતાળા રૂપાળા વાસંતી વાયરા વાયા રે લોલ
મેં તો આંગણામાં બોરસલી....

પ્રેમની દોર લઇ દરજીડાએ જીણા જીણા ઉમંગો ટાંક્યા રે લોલ
કાગડી ને કોયલમાં સંપ થઇ ગયો ને નિજ માળે ઈંડા સેવ્યા રે લોલ
મેં તો આંગણામાં બોરસલ્લી....

ઈચ્છાની વેલ વેગે વીંટળાઈ આલિંગન પ્રેમનું આપે રે લોલ
ઢોલ ઢબુક્યો પ્રણયના સાથમાં વાય સમીર નવો નક્કોર રે લોલ
મેં તો આંગણામાં બોરસલ્લી....

 


Rate this content
Log in