STORYMIRROR

Asmita Shah

Others

3  

Asmita Shah

Others

તારો શ્વાસ

તારો શ્વાસ

1 min
25.6K


તારો શ્વાસ મારી ભીતર ભરાય છે,
સ્પંદનોનું તુમુલ યુદ્ધ..
 
દરિયામાં ઉઠતી ભરતીને ઓટની જેમ
મારામાં સળવળતું જાય છે,
હું આશાનાં ઝોલા ખાતી, તર ઉપર થતી રહું છું..
 
બારણે ટકોરા પડે છે ને હું નિજ દ્વાર ખોલું છું મનના,
હવાની એક શીતળ લેહરખી આવે છે ને બધું જ ઠંડુગાર!
 
ફ્રીજમાં મુકેલા પાણીનાં ચોસલા ઠરી ગયા છે,
મનોભાવોની જેમ, કુંઠિત મનોધારા ચોસલામાં સચવાયેલી,
 
પાણી એ આકાર બદલે છે, દેહની જેમ,
ઓગળવું, ઠરવું, ઉકળવું કોઠે પડીગયુ છે..
 
સ્વાભાવિક લાક્ષણિકતા...
 
 
 
 


Rate this content
Log in