STORYMIRROR

Asmita Shah

Children Inspirational

3  

Asmita Shah

Children Inspirational

છુક છુક ગાડી

છુક છુક ગાડી

1 min
16.6K


છુકછુક છુકછુક ભાખછુક ભાખછુક

જંગલમાંથી ગાડી આવી છુક છુક છુક


સસારાણા ગાર્ડ બન્યાને, કોયલ મારે સીટી

વાંદરાએ ગુલાટ મારી આપી લીલી ઝંડી


મોર બેઠા પોપટ બેઠા સાથે કાકાકૌંઆ બેઠા

તેતર આવી બુલબુલ આવી સાથે ભોળી ઢેલને લાવી


કાબર બહુ કલબલ કરે ને કોયલ મીઠું ગાય

મોર સુંદર નૃત્ય કરે ને સાથી સૌ હરખાય


છુકછુક છુકછુક ભાખછુક ભાખછુક

જંગલમાંથી ગાડી આવી છુક છુક છુક


લાંબી ડોકે જિરાફ આવ્યું સાથે નેતરની સોટી લાવ્યું,

આપો સૌ ટીકીટ નહિ તો પડશે સોટીનો માર,


ખડખડ હસતું હરણું આવ્યું સંગે વેફર કેક લાવ્યું

સિંહમામા નો બર્થડે આજે સૌને ટીકીટ માફ


છુકછુક છુકછુક ભાખછુક ભાખછુક

જંગલમાંથી ગાડી આવી છુક છુક છુક


સાથે મળી ગેલ કરીએ, જંગલની સૌ સેર કરીએ

હળીમળી સૌ સંપીને રહીએ, જંગલને લીલુંછમ રાખીએ


છુકછુક છુકછુક ભાખછુક ભાખછુક

જંગલમાંથી ગાડી આવી છુક છુક છુક


Rate this content
Log in

Similar gujarati poem from Children