STORYMIRROR

Asmita Shah

Others

3  

Asmita Shah

Others

સમયરેખ

સમયરેખ

1 min
13.2K


ખખડધજ મકાનમાં
ઉધઈએ બનાવેલા રાફડામાંથી
વાલ્મિકીની આંખો સમક્ષ
સરક સરક સરક
પાણીની ધારા પડી રહી છે..
 
મોટી કોડી જેવી ધારદાર આંખો ચત્તીપાટ પડી
અપલક નિહાળી રહી છે
આંખોથી નીતરતી ધારા ગુલાબી મણી જેવા અધરોને ભીંજવી
લાંબી સુરાહીદાર ગરદનને ચુમતી
સ્તન્યુગ્મને વીંધી પાતળી કમર રેખે થી નીસરી રહી!
 
ચમચમતી પાણીની ધારામાં સંગેમરમરમાંથી કોતરાયેલી
કોઈ અપ્સરા... મેનકા... રંભા... ઉર્વશીને
નિહાળતી આંખોમાંથી એક શ્વાસ નીકળ્યો કચડાયો...
 
સમયરેખ પર કંડારેલા એ પ્રસન્ન દાંપત્ય
પ્રિયાના અધરોષ્ઠથી પીવાતું રોજ અમૃત...
ચાતકની જેમ રોજ તૃષાતુર
સભરી રાત્રીના આંખોના ઉજાગરા
 
પ્રિયે! હવે દુર નથી
અરુણે ચઢી આવ્યો સમજ..
 
 
 
 
 
 
 
 
 
 
 


Rate this content
Log in