STORYMIRROR

Asmita Shah

Romance

2  

Asmita Shah

Romance

તું કોણ

તું કોણ

1 min
14K


તુ કોણ હોઈ શકે?
અહી છે,તહી છે,સર્વત્ર છે

ચુપ છે કે બોલતી!
સન્નાટામાં ય સંભળાતું આ ગીત તારું જ છે,
કે જે મને જગવી નર્તન કરાવે કંપકંપનું

તારા આ નયન સાથે રચતી તારકમૈત્રી
તારી આ મેઘ જેવી શ્યામલ સુંદરતા 

અને અગ્નિશિખા જેવી કામુકતા,
જાણે આદીકાલની કમનીયતા

મને જગાડી,રાસલીલા રમાડી,
બની જાય તુ અપ્સરા ને
હું તને શોધતો,ઘુમતો બસ!
ફરી રહું આકાશે પાતાળે ને
તુ ધરા પર રહી પરી સરખી,
ઉડી જાય ક્ષણભરમાં

ક્ષણિક મનને વેગ આપી,
દેહને ઝંઝોળી
કોણ તુ?
તુ મારી કલ્પના કેવળ કલ્પના...

 

 

 


Rate this content
Log in

Similar gujarati poem from Romance