STORYMIRROR

Asmita Shah

Romance

2  

Asmita Shah

Romance

કાનમાં કહુ...

કાનમાં કહુ...

1 min
13.8K


કાન માં કહું!
પ્રિયે! આવોને પાસે, તમારા કાનમાં કંઈ કહું!
 
જરાક અમસ્તી, સાવ નજીવી,અલ્લડ યૌવનાસમ 
નાદાન, ઝંખનાની પ્રતિકૃતિ, નાજુક નમણી વેલ જેવી
તને ગમતી અને મને સ્પર્શતી 
એક વાત કહું...
પ્રિયે! તારી દરેક વાત આમ તો મને પ્રિય જ છે..!
 
 
પણ, જયારે તું રિસાઈને જાય ને ત્યારે તારો આ છણકો
મારે ઝીરવવો અઘરો પડે છે,
ને એ જ છણકામાં જયારે તુ સઘ્નસ્નાતા બની આવે..
અધરે આવેલું મારું પુર, ગ્રીષ્મનાં અસહ્ય તાપમાં,
વરાળ બની ઉડી જાય...
ફરી ક્યારેક વરસીસ એ આશમાં...
અને એ તારા કાળા ઘટાદાર કેશ.. ને,
ટપકતા પેલા સાવનના બિંદુઓ..
 
જાણે મારી આંખમાંથી ટપકતા હોય એમ ટપકે જાય છે,
ને તુ એને નોધારા છોડી તેને સ્પર્શ્યા વગર ચાલી નીકળે..
ને હું સાવ નિરર્થક બસ વાગોળતો તારી યાદોને...
 
કેમ મનાવુંની દ્વિધામાં પેપરમાં મો સંતાડી બેસી રહું..
ને ટેબલ પર પડેલો ચાનો કપ પણ બિચારો ઠંડોગાર..
મારી જેમ ના બોલી શકવાની સ્થિતિમાં ચુપ...
પ્રિયે! મને કહીશ તુ આમ નજીવી વાતમાં  છણકો ના કરતી હોય તો!
 
મારા પ્રેમને પણ જરા જગ્યા મળે છંટકારવાની...
જેમ પેનમાંથી શાહી ખલાસ થાય ને હજુ થોડું લખાયની આશમાં
પેન છંટકારીએ એમ...
જો ! જો ! પ્રિયે ! હવે છણકો નહિ!
 
 
 
 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Romance