કહેવતમાં પાણી
કહેવતમાં પાણી
પાણી પાણી થઈ ગયાં જોઈને પાણી
હું રાણી, તું રાણી તો કોણ ભરે પાણી ?
બાંધી લઉં પાણી પહેલાં પાળ આજ
કાઢતાં નહીં પાણીમાંથી પોરા રાજ,
આવશે રાતે રોવાનો વખત
દે દામોદર દે દાળમાં પાણી સખત,
પાણી ચડાવજો દેખાડું છું હું પાણી
ફેરવ્યું પાણી ધૂળધાણી ને વા પાણી,
હોય શાંત પાણી ઊંડા દેખાડો પાણી
વહેતા પાણી નિર્મળા પાણી રે પાણી,
પાણી પાણી થઈ ગયાં જોઈને પાણી
આપું હવે પાણીચું, કહેવતમાં પાણી.
