Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Komal Kalma

Classics Children

4.5  

Komal Kalma

Classics Children

કેવું મજાનુ બાળપણ!

કેવું મજાનુ બાળપણ!

1 min
224


કલમમાંથી શબ્દ સ્ફૂરે, હૈયામાં ઉમંગ ઉભરે;

શૈશવની આશા કેરી સરિતા મુજમાં ઉછરે.

કેવું મજાનું બાળપણ !


મીઠી વાતો સંગ, અમે બાળપણને સાદે;

ચમનમાં છે રંગ, શૈશવની યાદે.

કેવું મજાનું બાળપણ !


આજ અરીસામાં જોતા થતું એવું;

બાળપણ મારું મળે તો, મજાનું કેવું !

કેવું મજાનું બાળપણ!


નૈન મારાં જોવાં તરસ્યા બાળપણની શરારત;

બદલાતા જીવનમાં યાદ છે, શૈશવની કરામત.

કેવું મજાનું બાળપણ !


સમંદરમાથી શબ્દ લાવી આંખોનાં ચમકારે;

પ્રકૃતિની ગોદમાં ઊછળતી, શૈશવના ઝબકારે.

કેવું મજાનું બાળપણ!


શૈશવના સંસ્મરણો મુજને કૈંક જુદાં ભાસતા;

મેઘધનુષના સપ્તરંગે અમે ચોમાસે ભીંજાતા.

કેવું મજાનું બાળપણ!


ગામનાં પાદરમાં, અમે ભેગાં મળી રમતાં;

દાદીની પરિવાર્તા, ચાંદામામાના સથવારે સાંભળતાં.

કેવું મજાનું બાળપણ !


દ્રશ્ય મુજને સૌમ્ય લાગતાં,જોઈ એ આકૃતિ;

અમૂલ મારું બાળપણ, એ છે જીવનની અનુપમ કૃતિ.

કેવું મજાનું બાળપણ !


Rate this content
Log in

Similar gujarati poem from Classics