Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Komal Kalma

Others

4.7  

Komal Kalma

Others

સ્વપ્ન

સ્વપ્ન

1 min
301


ક્યાંક હું ભૂલી પડી છું શમણાંમાં;

નિશામાં શશિયર ભાસતો હોય ઝરણામાં,


સુખ દુઃખને માણ્યા છે સ્વપ્નનાં સથવારે;

ઝાંકળનાં ટીપાંમાં ભીંજાઈ છું છાશવારે,


ગગનમાં વિહંગ સમી પાંખ બની ભમી છું;

કવયિત્રીની કલ્પનાની ક્ષિતિજ બની છું,


વરસતી વાદળી થઈ છું, વીજળીનાં ઝબકારે;

આજ મૌન રહી છું, ઝાંઝરનાં રણકારે,


ક્ષણિકના સ્વપ્ન એ અટંક બની ટકતા નથી;

પથિકના ઉમંગ એ શબ્દ બની ખરતા નથી.


Rate this content
Log in