Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Komal Kalma

Others

4.5  

Komal Kalma

Others

જિંદગી

જિંદગી

1 min
388


મારી સહિયારી સફરનાં રાહ છે અનોખાં;

રાહ મુજની છે, રાહબર મારાં છે અનોખાં,


હસતાં મુખ સંગે શરુ થઈ જિંદગી;

સુખ દુ:ખની સંગે હું વિતાવી ગઈ જિંદગી,


મજલ મજાની રહી એની કોઈ સહી રહી નથી;

શમણાંની જિંદગી વીતી, એની કોઈ ખુશી રહી નથી,


મિત્રોની મહેફિલમાં માણી છે જિંદગી;

સ્વજનોનાં સહકારથી શાણી છે જિંદગી,


ચમનમાં પુષ્પ બની ખીલ્યાં'તા અમે;

વિનાશ કેરો પ્રલય બની મુરજાયા'તા અમે,


બદલતી ઋતુઓ સંગે અનેરી છે આ જિંદગી;

જાણે પાનખરની ઉત્સવ કેરો વસંત લાવી જિંદગી,


ખૂદને ખોઈ દેતી આ જિંદગીના ઝરણામાં;

શૈશવનાં સંસ્મરણો જીવંત બન્યાં, જિંદગીના શમણાંમાં.


Rate this content
Log in