Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Komal Kalma

Others

4.5  

Komal Kalma

Others

શોધી લાવી છું

શોધી લાવી છું

1 min
7


સમંદરમાંથી શાહી ભરી લાવી છું,

ઊંડાણમાં જઈને હું શબ્દો શોધી લાવી છું,


મનમાં ઉમંગોની આશા શોધી લાવી છું,

ક્યાંક શૈશવનાં સ્મરણોને ફરી શોધી લાવી છું,


પતંગિયાની ઊડવાની કળા આજ શોધી લાવી છું,

ફરી મેઘધનુષનાં રંગોને હૈયામાં શોધી લાવી છું,


નાનપણનાં તીખા મીઠા કિસ્સા શોધી લાવી છું,

સખીઓની શરારતને આજ ફરી સુધી લાવી છું,


પેલા મોજ - મસ્તીના દિવસોને આજ સુધી લાવી છું,

બાળપણનાં એ સાચા-ખોટા બહાનાં શોધી લાવી છું,


દાદીની પરી વાર્તાનો ગુંજારવ શોધી લાવી છું,

પેલી નાની મઝલની મીઠી યાદો શોધી લાવી છું,


ચમનનાં હસતાં ફૂલોનું સ્મિત શોધી લાવી છું,

વરસાદનાં રીમઝીમ ટીપાંનો નાદ શોધી લાવી છું.


Rate this content
Log in