મારી મંઝિલની રાહ
મારી મંઝિલની રાહ


અડચણોનો પહાડ ઊભો રસ્તા વચ્ચે કેવો !
મંઝિલ દૂર છે રસ્તો મળ્યો કઠિન એવો !
પરિશ્રમના મોતીડાં પરોવું છું નિરંતર;
અથાગ પ્રયત્નો મારા થાય છે છુમંતર,
સઘળાં પુરુષાર્થની સાથે પામીશ મંઝિલને;
હિંમત હૈયામાં રાખું છું મેળવવા મંઝિલને,
રસ્તામાં પડકારોની ભીડ જામી છે અનેક;
બસ એનું સમાધાન છે વિશ્વાસ એક,
ઘણું દુર્લભ છે સરળતાથી પામવું નિશાનને;
પુરુષાર્થ કેરું હથિયાર ધારણ છે પામવા મંઝિલને,
સતત પરિશ્રમ કરીશ ને હાર-જીત બંને પામીશ;
હાર-જીત બંનેની કદાચ હું લાગણી અનુભવીશ.