સહિયારી સફર
સહિયારી સફર
સ્વજનોના સહકારથી સાચું નીવડ્યું છે જીવન,
મિત્રોની મહેફિલમાં માણ્યું છે મજાનું જીવન.
એકાંતમાં વિચાર મને પૂછતા કેવું છે જીવન,
મેં કહ્યું ' સુખ - દુઃખનો ખેલ છે જીવન '.
ખુશીઓના ખિલખિલાટથી ભર્યું છે આપણું જીવન,
કુદરતની ગોદમાં આનંદમય રહ્યું છે અમોનું જીવન.
સુખ દુઃખને સાચવી લીધાં છે આ જીવનમાં,
હૈયામાં હેત હરખાય છે આ ક્ષણિક જીવનમાં.
રાખો સર્વ સામે સમ દ્રષ્ટિ તમો જીવનમાં,
નથી આપણા આપણું બધું આ ક્ષણિક જીવનમાં.
