જીવનમાં પ્રકૃતિ
જીવનમાં પ્રકૃતિ
1 min
1
કુદરતની કરામત એ જ સાચું સૌંદર્ય આ જગતનું
પ્રકૃતિની ગોદમાં અમૂલ્ય જીવન મળ્યું, ના વેડફો ફોગટ નું.
ઝૂઝ જીવોની સખી છે આ મજાની પ્રકૃતિ
નિજને કાજે નથી જીવતી આ પરોપકારી પ્રકૃતિ.
પુષ્પો પાથરી જીવનને સુગંધમય બનાવે છે પ્રકૃતિ
કાંટારૂપી દુઃખને દૂર કરી જીવન બનાવે છે આનંદમય પ્રકૃતિ.
છત્તર છાયા આપે છે પ્રકૃતિ મનુજ જીવનને
અખૂટ ખજાનો આપે છે કુદરત સૌના જીવનમાં.
સાચી સહિયારીનું પ્રતીક છે પ્રકૃતિ
સકળ જગતમાં લીલોતરીનું રૂપક છે પ્રકૃતિ.
