ગરવી ગુજરાતી
ગરવી ગુજરાતી
સાંભળું છું ક્યાંક કે હું ગરવી ગુજરાતી,
ગર્વથી શિશ મારું ઊંચકાય કે હું ગરવી ગુજરાતી.
ધબકતું હૈયું મારું હરખાય છે કે હું ગરવી ગુજરાતી,
ક્ષમા ને દયા જેનાં આભૂષણ હોય તે હું ગુજરાતી.
જ્યાં વહેતી હોય નર્મદા ને મહી નિરંતર તે છે ગુજરાત,
જ્યાં લચકાતી માતૃભાષા ગુજરાતી તે છે ગુજરાત.
મહેનતને સથવારે રહીને સફળતા મેળવે છે ગુજરાતી,
હિંમતમાં હિમાલય જેવું હૈયું રાખે છે ગુજરાતી.
જે પાવન ભૂમિના પુત્ર ગાંધી ને સરદાર હોય તે છે ગુજરાત,
નસનસમાં ધબકે ને શ્વાસોમાં સમાયેલ છે ગુજરાત.
