મળે ના મળે
મળે ના મળે
હે માનવી! હસાવી લે બીજાને, ઘડી બે ઘડી,
ફરી આવું જીવન મળે ના મળે.
મોજથી જીવન તું જીવી લે,
ફરી આવો સ્નેહ મળે ના મળે.
મદદ તું બીજાની કરી લે,
ફરી આવી તક મળે ના મળે.
ફૂલ બની સુંદરતા લાવી દે જગમાં,
ફરી આવી પલ મળે ના મળે.
એકવાર માનવ! તું માનવી બની લે,
ફરી આવો જન્મારો મળે ના મળે.
આજનું કામ આજ કરી, જીવી લે,
આવતીકાલ મળે ના મળે .
કુદરતનો નઝારો તું માણી લે,
ફરી આવી પ્રકૃતિ મળે ના મળે.
મુસાફર બની ને ફરી લે સકળ ધરા પર,
ફરી આવી વસુંધરા ની ગોદ મળે ના મળે.
