એ જિંદગી
એ જિંદગી
અડચણો ની જિંદગીમા ક્યાંક હું અથડાઉ છું,
આશા કેરી ઉમ્મીદ થી ફરી ઊભી થાઉ છુ.
ઠોકરો થી ફરી ટૂટી જાઉ છું, મનથી ભાંગી જાઉં છું,
અંતરમાં ફરી એક હિંમત ભાંગી લઉ છું
રાહ મુજ ની અનેરી, અડચણો છે અનેક,
સઘળી સમસ્યાનું સંઘર્ષ રસ્તો છે એક.
મનથી નિર્બળ બની, જિંદગી થી હારી જાઉં છું,
મન પ્રફુલ્લિત કરવા તરું સંગ સંવાદ કરી લઉં છું.
અશાંતિ થી યુક્ત, એકાંત માં બે - ચાર આંસુ બહાવી લઉ છું,
નયનરમ્ય પ્રકૃત્તિ જોઈને આંખોને હસાવી લઉં છું.
હાર - જીતના અહીં રસ્તા પણ આપોઆપ બની જાય છે,
એ જિંદગી... તું પણ કેવાં ખેલ ખેલાવી જાય છે.
