જોઈએ છે
જોઈએ છે
1 min
147
કવિતા લખવી છે પણ શબ્દો મળતાં નથી,
જિંદગીની કહાણી કહેવી છે પણ પાત્રો મળતાં નથી.
નિર્મળ હૃદયે ઊર્મિઓ આજ ઉમંગ કરે,
પ્રકૃતિનાં નયનરમ્ય દ્રશ્ય, સાંજ ટાણે મારું મન હરે.
ક્યાંક રસ્તા પર મંઝીલને શોધવાં નિશરી છું,
પવનનાં મીઠાં સુસવાટા સંગ હસવા જાઉં છું.
હૃદયનાં ધબકારાને હમણાં ધબકતાં સાંભળ્યા નથી,
દિલની લાગણીઓમાં સૂર પણ અનુભવ્યા નથી.
હે ગોવિંદ! તુજને યાદ કરીને આંખો હસે છે,
બસ ડગલેને પગલે કૃષ્ણ સાથ તમારો જોઈએ છે.
