STORYMIRROR

Komal Kalma

Inspirational

3  

Komal Kalma

Inspirational

માનવી ક્યાં ?

માનવી ક્યાં ?

1 min
5

એકાંતમાં બેસીને વિચારું છું કે કેવું છે જગત ?

સમજાતું નથી કે ક્યાં ગયો શ્રમિક આ જગતનો ?


જે જન-જનમાં માનવતાનો સંદેશ ફેલાવતો, તે માનવી ક્યાં ?

જે પરાજીતને વિજેતા બનાવતો, તે માનવી ક્યાં ?


જેનાં હૈયામાં હિત અને પરોપકાર વસેલા, તે માનવી ક્યાં ?

જે સત્ય ની સાચી રાહ પર ચાલતો, તે માનવી ક્યાં ?


જે ભક્ત બની કીર્તન કરતો, તે માનવી ક્યાં ?

સકળ જગતમાં શાંતિનું પ્રતીક કહેવાતો, તે માનવી ક્યાં ?


જે માત - તાતને ઈશ્વર સ્વરૂપ માનતો, તે માનવી ક્યાં ?

જે દીન - દુઃખીયાંનો દાતા બનતો, તે માનવી ક્યાં ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational