સલૂણી સાંજ
સલૂણી સાંજ
આજ કવયિત્રી બનીને માણવી છે પ્રકૃતિને;
લાગે છે મને સોહામણી આ વસંતની સલૂણી સાંજ.
આ ટાણે ઊડતાં પંખીઓની મનોહર દ્રશ્યની છે આકૃતિ;
જોવી છે કળા મારે સલૂણી સાંજની.
સકળ જગતની જે સખી બનીને સોહાતી;
આજ હૈયામાં હરખ હરખાતો જોઈને સલૂણી સાંજને.
મને ખળખળ વહેતાં ઝરણાંની સ્મિતની સ્વીકૃતિ;
આજ પહોચવું છે મારે પર્વતનાં શૃંગે ઊડીને.
ક્યાંક માનવીની ક્રૂરતા જોતાં લાગે છે મને વિકૃતિ;
આથમતો રવિ જાણે મારી સાથે વાતો કરતો.
પૂજા- અર્ચના કરવી આ પ્રકૃતિની, અહીંની સંસ્કૃતિ.
હું તો વળી પાછી શોધતી એ સલૂણી સાંજને.
નીરખે "કોમલ" નયનો રાહ પર, અમૂલી ક્ષણની ફરી;
અધીરી છું મળવા ફરી આ પ્રકૃતિની સલૂણી સાંજને.
