સોનેરી પરોઢ
સોનેરી પરોઢ
પ્રકૃતિથી રંગાઈ ને કલમ શબ્દે આવે અનેરી ભાત;
' કોમલ ' હૈયું નિરખે આજ અનોખી પ્રભાત.
વહેલી પરોઢનાં પંખીના કલરવ સંગે;
ઘેલાં બની અમે હસતાં વસંતનાં રંગે.
મંદ- મંદ અનિલની વહેતી લહેરખી દીઠી;
વહેલી પ્રભાતે નવ ઉમંગે કોયલ બોલી મીઠી.
કોમળ તડકો એ પરોઢનો, મુજને લાગતો ન્યારો;
પ્રકૃતિમાં અવનવાં રંગ એ કુદરતનો ખેલ અનેરો.
છૂટા હાથે કુદરત રંગ પૂરતાં મહી;
નવાં રૂપથી પ્રકૃતિ રોજ સજતી અહીં.
ખળખળ વહેતા નીરને ઝરણાંનો નાદ;
જાણે કુદરત ની કરામત નાં શમણાંનો સાદ.
હસતી હરેક લત્તા વહેલા પરોઢિયે મસ્ત;
કરમાઈ જતી સર્વ લત્તા ઓ, રવિ થતાં અસ્ત.
