નદી કાંઠે
નદી કાંઠે
કાવ્યની કડીમાં પરોવું છું નદીને,
શબ્દથી શણગારું આજ પ્રકૃતિની સખી નદીને.
હરખથી હૈયું હરખાય છે જોઈને નદી,
મન ભરીને જોઈ લઉં નદીને જાણે સો સદી.
આવી હું તો આજ મળવા પ્રકૃતિને ફરી,
આજ ઉમંગોની આશા વળી મનમાં ભરી.
ખળખળ વહેતું એ નદીનું મીઠું નીર,
જોયું જાણે આજે મેં વસુંધરાનું સુંદર હીર.
આવે છે મીઠાં નીરડા પીવા, સુંદર હરણાં,
ઘડીભરમાં જાણે મિત્ર બન્યાં હરણને ઝરણાં.
નદીનું વહેતું નીર લાગે છે શાંતિનું પ્રતિક,
નદીનું સૌંદર્ય હોય જાણે કે પ્રકૃતિનું રૂપક.
નદી કાંઠે ટહુકાર કરતાં મોર લાગે છે મજાનાં,
તેનાં સોહામણા દ્રશ્યો લાગે છે ગજબના.
રવિ અસ્ત થતો હોયને નદીમાં ખુદને જોતો,
મનોહર દર્પણમાં રવિ જાણે ખુદને ખોતો.
મધુર હવાની લહેરખી લઈને આવે છે પવન,
નદી કાંઠે હસતાં ફૂલો જાણે હોય ઉપવન.
