કેવા મજાના ઉંદરભાઈ...!
કેવા મજાના ઉંદરભાઈ...!
કાળો એમનો રંગ છે,
ને દરમાં એ તો રહે છે
કેવા મજાના ઉંદરભાઈ !
એ તો છે લાંબી મૂછવાળા,
ને ચૂં ચૂં બોલવાવાળા
કેવા મજાના ઉંદરભાઈ !
બિલ્લીને જોઈને એ તો ભાગે,
ને આખી રાત જાગે
કેવા મજાના ઉંદરભાઈ !
આખા ઘરમાં દોડાદોડી કરે,
ને ખાવાનું એ તો શોધ્યા કરે
કેવા મજાના ઉંદરભાઈ !
જાળ કાપી નાખે પળવારમાં,
ને ઠાઠ છે એમનો ગણેશોત્સવમાં
કેવા મજાના ઉંદરભાઈ !
ગણેશજીનું એ તો વાહન કહેવાય,
ને લાડું ખાઈને રાજી થાય
કેવા મજાના ઉંદરભાઈ !
બાળકોને એ તો ખૂબ પ્રિય,
ને મામા એ તો કહેવાય
કેવા મજાના ઉંદરભાઈ !
