STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Others

3  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Others

કેરીનો રસ

કેરીનો રસ

1 min
232

આ રસ કરતો મસ્ત

કેસર હોય વલસાડી કે ગીરની

લાગતો બઉ સરસ આ રસ.....


પીધેલી વાડકી ક્યારે ભરાય પાછી

એમાં પડતો રસ......આ રસ


પેટ ભરાય તોય પીધે રાખ

વધારે પીવે એને મળતો જશ....આ રસ


સૂંઠ મીઠું અને ઘી નાંખીને

કરતો એ મદમસ્ત....આ રસ


જાત ના પૂછો કેરીની, જે મળી

પૂરીનો સાથ મળે એટલે બસ.....આ રસ


અધૂરું લાગે ભલે હોય શાહી જમણ

બધું એની સામે નતમસ્તક.......આ રસ


કોથળામાં પૂરેલી કેરીઓને કાઢો

કાઢો એનો કસ....આ રસ


એને જોઉં ને જઠર અંદરથી બોલે

મજા પડશે આજે પચવામાં રસ....આ રસ...


વહાલો ને અલાયદો...

ઉનાળાની ફાયદો....આ રસ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract