કેદ રાખો છો
કેદ રાખો છો
પૂછ્યું એણે આટલું દર્દ ક્યાંથી લાવો છો ?
કે પછી ખુદને ખુદથી જ ધખધખાવો છો ?
બાંધીને શું કરશો, છોડીદો એને એના રસ્તે,
નાહકનું શું કામ પાળી ને પોષી રાખો છો ?
હતી તમન્ના એની, ખુલ્લા આકાશે ઊડવાની,
ઊડતા પહેલાંજ એની પાંખો કાપે રાખો છો !
ભેદભાવ જ આ સદીઓથી ચાલ્યો આવે છે,
ઘુંઘટ ઓઢાડી ટહુકાઓને જાણે કેદ રાખો છો,
એક સપનું આંખમાં જરી બેસવા શું આવ્યું,
પાંપણને ભીની, આંખોમાં ઉજાગરા આપો છો !
