કે' જોઈએ!
કે' જોઈએ!
બહુ બધું કર્યું મારે કાજે જ કે તેં સખે !
અડબોથમાં લેવાનું એટલે જ ચૂકતો નથી
તું વારેઘડીએ.. ! કે' જોઈએ !
છું ઊભો હરદમ પડખે તારે સખી, નૈં
પડવા દઉં તને એકલી ક્યાંય, કદીયે, કે'નાર
થૈ રહ્યો રણછોડ.. ! કે' જોઈએ !
શબ્દેશબ્દ મમ લાગતાં બેવકૂફીભર્યાં તને,
નથી છોડતો મોકો એકેય હથોડી ઠોકવાનો,
ને રાખતો હાથ ઊંચો જ.. ! કે' જોઈએ !
કસી છે કમર તેં, મેળવી આપવા રોકડાં મને,
હિંમત પણ આપી છે, ડામ પણ તો દીધાં છે,
શું રહ્યું છે હજુ કૈં શેષ.. ! કે' જોઈએ !
બુદ્ધિશાળી કેવળ તું જ, ને તારો સાહેબ જ,
કાં અડબોથે આવતો મારે, મૂર્ખ જ્યાં હું ઐં,
ન વેડફ શક્તિ તવ.. ! કે' જોઈએ !
ન કેળવી જાણતો હો' તું આમન્યા સંબંધની,
નથી હક અપમાન કરવાનો મને વારતહેવારે,
કે શ્વસુ છું તવ મહેરબાનીથી.. ! કે' જોઈએ !
કૈં રહ્યું કે'વાને હજુય જો તો, નથી સાંભળવું
મારે, કે કર્યું છે અદા ઋણ તમ સતકર્મોનું મેં
બૌ થયું, બસ કર હવે.. ! કે' જોઈએ !
જીભ સાથે કાન પણ તો મેળવ્યા છે બે બે
તોયે, કહેવામાં સુરા, સુણવામાં નબળાં કેમ
રાખ તારી હોંશિયારી તારી કને ! કે' જોઈએ !
નગણ્ય જ હતી, છું, ને રહીશ, ગમ નથી મને
નૈં ચાલે નબળાઈ મમ ફરી ફરી કહું તું મને તેં
કમજોર નથી હું જાણી લે.. ! કે' જોઈએ !
