કે હોળી આવી રે
કે હોળી આવી રે
વગડે મહોર્યા કેસુડાના રંગ
છાયી મસ્તી મનને અંગ .. કે હોળી આવી રે
હલકે હલકે ફોરે રે ફોરમ, કે હોળી આવી રે…
આવી વસંતની વણઝાર
ઉછળે રંગોના ઉપહાર
આજ આવી કા‘નાની યાદ.. કે હોળી આવી રે
ટહુકે કોયલ આંબા ડાળ,
વૃક્ષો ઝૂમે મંજરી સાથ
પુષ્પોના દીઠા નવલા રંગ,
નવોઢાના ઉરે છલક્યા ઉમંગ… કે હોળી આવી રે
ખેતરે મલકે મોંઘા મોલ,
ફાગણે વાગે ફાગિયા ઢોલ
મનમાં ઝૂમે ખુશીનાં ગીત
આજે ઝૂમે મનના મીત… કે હોળી આવી રે
મલકે યૌવન ઊભા બજાર,
ખાય લોક ધાણી ને ખજૂર
અબીલ ગુલાલ છાયો રે આકાશ
પાપનો થાજો રે ભાઈ નાશ … કે હોળી આવી રે.

